ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો તો પરેશાન હતા, પણ હવે તો શહેરીજનો પણ પરેશાન થયા છે. લોકોને વરસાદથી લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.