બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત્ છે. આજે વાવ તાલુકાના કાસવી ગામની સીમ માંથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં 50 ફૂટ જેટલું ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. વારંવાર પડતા ગામડા ના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે.