આંકલાવના અસોદર ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા આજે અસોદર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વાસદ બગોદરા સિક્સ લેન રોડ પર અસોદર ચોકડી પાસે પિલર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. ગ્રામજનો એ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. અસોદર આંકલાવ તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લા કલેકટરને રેલી યોજી આવેદન પણ આપવામાં આવશે.