બુધવારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થયા બાદ થયેલી છુટાહાથની મારામારી દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. ભાજપના સાંસદે ભાજપના જ ઉત્તરપ્રદેશના ધારાસભ્યને પોતાનું બૂટ કાઢીને ધોઈ નાખ્યા હતા. જેના જવાબમાં ધારાસભ્યએ પણ સાંસદ પર લાફાવાળી કરી હતી.