સાવધાન ગુજરાત: જમીનનો વિવાદ બન્યો લોહિયાળ
આણંદના વિદ્યાનગરની જનતા ચોકડી પાસે જમીન અને લેતી-દેતીના મામલે આધેડવયના પશુપાલક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરાયો. પહેલા બે રાઉન્ડ હવામાં ગોળીબાર કરાયો. જ્યારે બે રાઉન્ડ ગોળીબાર આધેડવયની વ્યકિત પર કરાતાં તેના કમર અને પગમાં ઈજા થઈ. કારમાં આવેલા ચારેય શખ્સો ફાયરિંગ કરીને ભાગી છૂટવામાં સફળ નીવડ્યા. હુમલાખોરો નંબર પ્લેટ વગરની કાર લઇને ગણેશ ચોકડી તરફથી આવ્યા હતા. હુમલાખોરોમાં એક વ્યક્તિ વિદ્યાનગરમાં આવેલા ટી સેન્ટરનો સંચાલક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ તો હુમલાખોરો અંગે પૂછપરછ શરૂ કરીને તેમને ઝબ્બે કરવા તજવીજ શરૂ કરી દીધી છે.