અનેક વિવાદો બાદ અંતે બિન સચિવાલયની પરીક્ષા થઇ પૂર્ણ, જુઓ વીડિયો
આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન રાજ્યભરમાં બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં 10.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે પહેલેથી જ વિવાદોમાં આવેલી આ પરીક્ષા આજે પણ વિવાદોમાં રહી હતી. ક્યાંક પેપરના સીલ તૂટેલા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો બીજી તરફ, છેલ્લી ઘડીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા બદલાયેલા કેન્દ્રોને કારણે વિદ્યાર્થીઓ અટવાયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા.