જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ દોડી આવ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. રબારી સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પોરબંદરના સાંસદ અને જુનાગઢ સાંસદ સાથે ધર્મગુરુઓની હાજરીમાં મુખયમંત્રી સાથે ટેલીફોનીક ચર્ચા થયા બાદ આંદોલનનું સામાધાન થયું હતું.