અમરેલીની શાન સમા કામનાથ સરોવરની હાલત છેલ્લા 3-4 વર્ષથી ગાંડી વેલે તેમજ ગંદકીના કારણે બદતર બની ગઈ છે. સરોવરમાં ગંદકીને લઈ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.તો વિદેશી પક્ષીઓ પણ સરોવરમાં આવતા હવે બંધ થઈ ગયા છે.અમરેલી નું કામનાથ સરોવર એક સમયે શહેરી જનોને બારેમાસ ફરવાનું સ્થળ હતું.પરંતુ કમનસીબે છેલ્લા 3-4 વર્ષથી ગાંડીવેલ અને અન્ય વનસ્પતિએ તેમજ ગંદકીએ સામરાજ્ય જમાવતા આ રોનક છીનવાઈ ગઇ છે.ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.