ગુજરાત સરકાર દારૂબંધી (Liquor ban)ના ગમે તેટલા બણગા ફૂંકતી હોય, પરંતુ ખુદ નેતાઓ જ નિયમોની ઐસી કી તૈસી કરતા જોવા મળે છે. નેતાઓના દારૂ પીતા વીડિયો સતત વાયરલ થઈ રહ્યાં છે. તેમ છતા સરકાર દ્વારા કોઈ પગલા લેવાતા નથી. આવામાં સુરતના નગરસેવક દારૂની મહેફિલ કરતા હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. ગુજરાતના છેવાડે આવેલ નારગોલ ખાતે આ નેતાએ કેટલાક લોકો સાથે મળીને દારૂની મહેફિલ માણી હતી.