પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર, મંદિરોમાં લાગી ભક્તિની લાઇન
પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. જેને કારણે ગુજરાતભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ ર્જયોર્તિલિંગમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર દેશભરના બાર જયોર્તિલિંગમાંનુ એક છે. સોમનાથ મંદિર આમ તો બારેમાસ ભક્તોથી છલકાતુ હોય છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહીં દર્શનાર્થીઓની સંખ્યા વધી જતી હોય છે.