અમેઠીમાં રહેલા સ્મૃતિ ઇરાનીને નજીકનાં એક ગામમાં આગ લાગ્યાની માહિતી મળતા તેઓ ગામમાં દોડી ગયા હતા. જ્યાં આગને કાબુમાં લેવા માટે તેઓ પોતે પણ લોકો સાથે જોડાઇ ગયા હતા. હેન્ડપંપથી પાણી સિંચીને તેઓ આગ પર પાણી ફેંકવા લાગ્યા હતા.