ગુજરાતના જામનગરમાં આવેલું એશિયાનું એકમાત્ર ઐતિહાસિક સોલેરિયમ જાળવણીના અભાવે ઇતિહાસ બનવા તરફ જઇ રહ્યું છે. શહેરીજનોની સારવાર માટે જામનગરના મહારાજા જામ રણજીંત સિંહે આ સોલેરિયમનું નિર્માણ કરાવ્યું હતું. આ સોલેરિયમમાં હજારો લોકની સૂર્યકિરણથી સારવાર કરવામાં આવતી હતી. આ સારવારથી રક્તપિત્ત, કોઢમાંથી દર્દીઓને રહાત મળતી હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ ઐતિહાસિક સોલેરિયમ નાશ થવા જઇ રહ્યું છે.