આપણા શરીરના તમામ અંગો આપણા માટે મહત્વપૂર્ણ છે. દરેક અંગોનું પોતાનું કામ હોય છે અને જ્યારે તેમાં કોઈ ખામી સર્જાય છે ત્યારે આપણું એકંદર સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. મહત્વપૂર્ણ અંગો પૈકી એક કિડની છે. કિડની મુખ્યત્વે આપણા લોહીમાંથી યુરિયા, ક્રિએટીનાઈન, એસિડ અને નકામા ઉત્પાદનોને ફિલ્ટર કરવાનું કામ કરે છે.