ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. જ્યારે મિશન મંગળ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. સોનાક્ષીએ જણાવ્યું કે, ભારત જ્યારે ઇતિહાસ રચવા જઇ રહ્યું છે ત્યારે તે ખુબ જ ઉત્સુક છે. પોતે પણ મિશન મંગળ માટે અનેક વૈજ્ઞાનિકોને મળી ચુકી હોવાથી તેમની મહેનત વિશે સારી પેઠે જાણે છે.