રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે સરકાર અને વિમા કંપની ઓ પાસેથી વળતર મળે તેવી માંગ સાથે હાર્દિક આંદોલનના માર્ગે નિકળ્યો છે. 13 નવેમ્બરને બુધવારના રોજ હાર્દિક પડધરી ખાતેથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે. ઉપવાસના એક દિવસ અગાઉ હાર્દિકે ખેડૂતોને એક થવા માટે હાકલ કરતી પોસ્ટ સોશીયલ મીડિયા પર વાઇરલ કરી હતી. જેમાં હાર્દિકે લખ્યુ કે ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે. જાત-પાતથી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે. હાર્દિકે રાજકીય પક્ષો ને એકબાજુ મુકી ફક્ત ને ફક્ત ખેડૂતો ના નાતે આપણે હાજરી આપવા આહવાન કરીને કહ્યુ કે ખેડૂતો માં હજુ સંગઠન શક્તિનો મોટો અભાવ જોવા મળે છે. તેણે વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે એક થવા હાકલ કરી અને ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતાં હોય તેને આપણે કાયમ સપોર્ટ કરવાની અપીલ કરી હતી.