ગુજરાતના ખેડૂતોની આ વર્ષે ખરેખર માઠી બેઠી છે. ખેડૂતોને જાવું તો ક્યાં જવુ તે ડર ખેડૂતો (Farmers) ને સતાવી રહ્યો છે. ખેતરોના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. અને રવિ પાક લેવાની ઉતાવળ કરતાં ખેડૂતોની મુસીબતો ઓછી થવાનું નામ જ નથી. એક તરફ, અતિવૃષ્ટિથી ખેતરો બેટ જેવા બની ગયા છે. તો બીજી તરફ માવઠાથી ઉભો પાક આડો પડ્યો છે. એટલું જ નહિ, ત્રીજા મોરચે ખેડૂતો જીવાતોનો સામનો કરી રહ્યાં છે. જીવાતોએ ખેતર પર આક્રમણ કરી દીધું છે. આવામાં ખેડૂત જાય તો ક્યાં જાય તે પ્રશ્ન તેને સતાવી રહ્યો છે.