મંગળયાન અને હવે ચંદ્રયાન 2ની સાથે જ દુનિયાભરમાં ભારતીય સ્પેસ પ્રોગ્રામની વાહવાહી થઈ રહી છે. તેનો પાયો રાખનાર વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતી છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદના એક અગ્રણી કાપડની મિલાના માલિકના ઘરે થયો હતો. ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈને ગૂગલે ડૂડલ બનાવીને સલામ કરી છે. સારાભાઈએ ભારતને અંતરિક્ષમાં પહોંચાડ્યું છે. આજે તેમની 100મી જન્મજયંતી છે. તેમને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી પાંચ મહત્વની વાતો...