કેન્દ્ર સરકારના ઉર્જા અને બિનપરંપરાગત ઉર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજ થી બે દિવસીય સુધી સરદાર સરોવર ડેમ કેવડીયા કોલોની ટેન્ટ સીટી નં-2 ખાતે યોજાનારી દ્વિ-દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સ સ્થળની ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે મુલાકાત લઇ કોન્ફરન્સને લગતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે ટેન્ટ સીટી નં-2 ખાતેના રિસેપ્શન સેન્ટર, મુખ્ય કોન્ફરન્સ હોલ તેમજ ડાઇનીંગ હોલ સહિત ઉભી કરાયેલી અન્ય આનુસંગિક સુવિધાઓ-સવલતો અને વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરૂં પાડયું હતું.