સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાતીય સતામણી કેસ : કુલપતિએ આપ્યું મહત્વનું નિવેદન
વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલે સહિત 5 સભ્યો હાજર રહ્યા હતા. ચેરમેન પ્રફુલાબેન રાવલે જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ સાંભળવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.