વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકોના મોતના આંકડા સામે આવ્યા છે. ડિસેમ્બર માસમાં સયાજી હોસ્પિટલમાં 114 બાળકોના મોત થયા હતા. નવેમ્બર માસમાં સૌથી વધુ 142 બાળકોના મોત થયા હતા. વર્ષ 2019માં કુલ 1186 બાળકોના મોત નિપજ્યા છે. સૌથી વધુ બાળકોના મોત નવેમ્બર અને ડિસેમ્બર માસમાં થયા છે. મીડિયાથી સુપરિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરે આંકડા છુપાવ્યા હતા.