સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના બની છે. ત્યારે આ ઘટનામાં સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જો કે, મોડી રાત્રે બાળકીને મેડિકલ ચેકઅપ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલાઈ હતી.