સરકારી શાળામાં આવતા ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોને ગરમ અને પોષણક્ષમ ખોરાક મળે તેના માટે સરકાર દ્વારા દેશભરમાં મધ્યાહન ભોજનની યોજના અમલમાં મુકવામાં આવી છે અને તેના માટે લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા પણ કરવામાં આવી રહ્યા છે જો કે, મોરબી જીલ્લાની વાત કરીએ તો જીલ્લામાં એક કે બે નહી પરંતુ ૪૦ થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક તો દૂરની વાત છે મધ્યાહન ભોજનના રસોડા જ બંધ હોવાથી બપોરનું ભોજન કે પછી નાસ્તો મળતો જ નથી...