ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેબસાઈટ પર ધોરણ-10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પણ, આ રિઝલ્ટમાં સારુ રિઝલ્ટ મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે, જેઓને પરીક્ષા પાસ કરવા માટે આકરી પરિસ્થિતિમાંથી પસાર થવુ પડ્યું હતું. વિકટ પરિસ્થિતિમાં પણ ઝઝૂમીને સારા પર્સન્ટાઈલ મેળવનારા આ વિદ્યાર્થીઓની સફળતાને સલામ છે.