જામનગરમાં ભાજપની મહિલા નગરસેવિકાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના નગરસેવિકાએ પોતાના હાથે ભૂગર્ભ ગટર સાફ કરી હતી. વોર્ડ નં-4 ના ભાજપના નગર સેવિકા રચનાબેન નંદાણીયા છે. ખુદ શાસક પક્ષના નગરસેવિકાએ જ મનપા સામે આક્રોશ ઠાલવ્યો હતો. પ્રજાની સમસ્યાને વાંચા આપવા પોતે જાતે ભૂગર્ભ ગટરની સફાઇ કરી હતી. ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પોતાના હાથે કચરો કાઢ્યો હતો. મનપાના જુનિયર એન્જિનિયરની બેદરકારીના કારણે લોકો ભૂગર્ભ ગટરની સમસ્યાથી હેરાન હતા. ભાજપની નગરસેવિકાએ ફેસબુક પર વીડિયો અપલોડ કરી તંત્ર સામે બળાપો કાઢ્યો હતો.