ઉધના રેલવેની નજીત પતંગ પકડવા ગયેલ બાળકના પગ કપાયાની ઘટના સામે આવી છે. ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતા બાળકના પગ આવી ગયો હતો. ચાર મિત્રો સાથે બાળક પતંગ પકડવા માટે રેલવે લાઇન નજીક ગયો હતો. અગિયાર વર્ષીય બાળકને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોકટરોને પગ કાપવાની ફરજ પડી હતી.