સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS બસના ડ્રાઈવરને એક વકીલે માર માર્યો છે. બસ ડ્રાઈવરના જણાવ્યા અનુસાર વકીલે કાર રોંગ સાઈડમાં ચલાવી હતી જેના બાદ બોલાચાલી થતા વકીલે ડ્રાઈવરને છુટ્ટા હાથનો માર માર્યો હતો. ઘટના બાદ ડ્રાઈવર લોહી લુહાણ હાલતમાં કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો