સુરતમાં સીટી બસે ચારને કચડ્યા, ત્રણના ઘટના સ્થળે મોત
સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.