સુરતમાં વાહન ચાલક અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસેની ઘટના હોવાનું સામે આવી રહ્યું છે. વાહન ટો થવા મુદ્દે માથાકૂટ થઈ હતી.વાહન ઊંચકી ક્યાં લઈ ગયા તે અંગે યુવકે પોલિસ પાસેથી માહિતિ માગી હતી.પોલીસ પર યુવક પર હાથ ઉપાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.