સુરત મહાનગર પાલિકા દ્વારા રાત્રી સફાઈ માટે કોન્ટ્રાકટ પર કર્મચારીઓ રાખ્યા છે. છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાકટ પર કામ કરી રહેલા કર્મચારીઓએ પોતાને કાયમી કરવા માંગ કરી હતી. જો કે ઉપરી અધિકારી દ્વારા કર્મચારીની માગને ધ્યાને લીધી ન હતી. જેથી આજે 300 થી વધુ સફાઈ કામદારો મનપા કચેરી બહાર ધરણા પ્રદશન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પોતાને કાયમી કરવા માગ કરી હતી. જો આવનારા સમયમાં કામદારોની માગ નહિ સંતોષાશે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.