દાનવીર કર્ણની નગરી સુરતથી 26મું ધબકતું હૃદય દાન કરવામાં આવ્યું છે. મૂળ ઓરિસ્સાના બ્રેન ડેડ વૃદ્ધનું હૃદય દાન કરવામાં આવ્યું છે. બ્રેન્ડેડ બિપીનના પરિવારના નિર્ણયના કારણે ચાર લોકોને જીવનદાન મળ્યું છે. સુરતથી મુંબઈ ધબકતું હૃદય ગતિન કોરિડોરથી લઈ જવામાં આવ્યું હતું. હૃદય, લીવર, કિડની અને નેત્રનું દાન કરવામાં આવ્યું છે.