સુરત: મેળામાં મોટું ચકડોળ ખોટવાતા લોકો હવામાં ફસાયા
સુરત મોરા ગામના મેળામાં ચકડોળની બેરિંગ તૂટતા અફરા-તફરી મચી ગઈ. જેમાં ચકડોળમાં બેસેલા 50થી વધુ લોકો ફસાયા છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ ઉપરાંત ખાનગી કંપનીની પણ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ફાયરની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં સાત જેટલા લોકોને બચાવી લેવાયા છે. જ્યારે અન્ય લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.