કોરોના વાયરસ સામે લડવા માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ અલર્ટ થઈ ગઈ છે. હવે ફાઈવ સ્ટાર હોટેલ પર પણ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. બહારથી આવતા મુસાફરોનું પણ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાય તો તેને તાત્કાલિક મેડકલ સારવાર આપવામાં આવશે.