ઉનાળામાં પાણીની તંગી સમસ્યા દેશના તમામ રાજ્યોમાં જોવા મળી છે, તો હવે ચોમાસામાં મોટા ભાગના રાજ્યોમાં જબરદસ્ત વરસાદ વરસ્યો છે, ત્યારે સવાલ એ છે કે ચોમાસામાં વરસેલું પાણી જો બચાવવામાં કે સંગ્રહ કરવામાં આવે તો? જી હાં આ વિચાર બધાને આવતો જ હશે પરંતુ સુરતમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. સુરતના પદ્યકૃતિ એપાર્ટમેન્ટમાં એક પ્રયાસ થયો છે, જેનો ફાયદો તેમને થયો છે અને તેમના પ્રયાસનો વિડીયો વાઇરલ થતાં લોકો હવે આ અંગે પૂછપરછ પણ કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ સીધે છે આ પ્રયાસ માટે ખૂબ ઓછા રૂપિયાનો ખર્ચ તેમને થયો છે.