સુરતના સરથાણા વિસ્તારમા આવેલી પાર્વતીનગર સોસાયટીના રહીશોએ અગાઉ લકઝરી બસના ત્રાસ અંગે ટ્રાફિક વિભાગને જાણ કરી હતી. છેલ્લા છ મહિનાથી લકઝરી બસના ડ્રાઇવરો રોંગ સાઇડ પર આવી ફુલ સ્પીડે જતા હોવાની ફરિયાદો મળી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોને અકસ્માતની પણ ભીંતી સેવી રહી હતી. આખરે ગત મોડી રાત્રે 12 વાગ્યાના અરસામા પાર્વતીનગરના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લકઝરી બસોને રસ્તા પર જ રોકી નાખી હતી. લકઝરી બસ રોકતા જ ડ્રાઇવરો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બનાવની જાણ થતા જ સરથાણા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. પોલીસે આ બનાવમા લકઝરી ચાલક વિરુધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.