કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓએ કલાકો સુધી લાઇનોમાં કેમ ઉભા રેહવું પડ્યું,જુઓ વીડિયો
છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીઓ આવકના દાખલા અને EWS પ્રમાણપત્ર માટે વિવિધ સેન્ટરો પર ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે તેમ છતા વિદ્યાર્થીઓને આવકના દાખલા મળ્યા નથી. વહેલી સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઉભા રહ્યા બાદ ફોર્મમા ક્ષતિ કાઢી તેઓને પરત મોકલવામાં આવે છે અને બીજે દિવસે ફરી પાંચ પાંચ કલાક લાઇનોમા ઉભા રહેવાનો વારો આવે છે. સ્થાનિક વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે 11 વાગ્યા બાદ પણ તલાટી ઓફિસમાં આવતા નથી, જેને કારણે ફોર્મ પર તેમની સહી રહી જતી હોય છે.