સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ, 125થી વધુ બાળકોને મુક્ત કરાયા
સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને 125થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી, રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમે દરોડા પાડ્યા હતા. અને રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 125થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.