સુરતની 50 જેટલી મહિલાઓએ 35 વૈભવી કારમાં કરી દાંડીયાત્રા
સુરતની 50 જેટલી મહિલાઓએ 35 વૈભવી કારમાં દાંડી યાત્રા કરી. આંતરરાષ્ટ્રીય કક્ષાના રેસર મીરા એરડા પણ આ યાત્રામાં જોડાયા. મહિલાઓ પોતાનું જીવન ખુલીને આઝાદીથી જીવે તથા દાંડીની ઐતિહાસિક ભૂમિ વિશે જાણકારી મેળવે તેવા ઉદ્દેશથી સુરતની નિમાયા વુમન કેરએ આ કાર્યક્રમનું આયોજન કર્યું. ડુમસ રોડથી વૈભવી કારમાં નીકળેલી આ દાંડી યાત્રાને ફલેગ ઓફ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અમદાવાદથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી હતી. જ્યાં નવસારીના દાંડીમાં મીઠા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. જેની જાણકારી મેળવવા આજે પણ ગાંધીપ્રેમીઓ ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા છે.