મહા વાવાઝોડાના કારણે સુરેન્દ્રનગરના આગરિયાની હાલત વધારે કફોડી બની છે. વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ પડતા નાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ ફસાયા છે. જો કે તેમને બચાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે વાવાઝોડાના કારણે ગુજરાતનાં વેપારીથી માંડીને ખેડૂત બધાને નુકસાન થયું છે. ખેડૂતોને ક્યાર વાવાઝોડાએ ધોઇ નાખ્યા છે. આ વાવાઝોડાના કારણે પડેલા વરસાદથી અગરિયાઓએ પણ પકવેલું મીઠુ ઓગળી ગયું હતું. જ્યારે સાગરખેડૂઓ પણ દરિયામાં જઇ શકતા નથી.