બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે 65 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કરાયું છે જેમાં ફક્ત ડીસા પંથકમાં 35 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર કરાયું છે ત્યારે બટાકા નગરી ડીસામાં નવા બટાકાની શરૂઆત થઈ છે. છેલ્લા 4 વર્ષથી બટાકાના ભાવ તળિયા પર હોવાથી ડીસાના બટાકા પકવતા ખેડૂતો પરેશાન હતા. જ્યારે આ વર્ષે વાતાવરણ અનુકૂળ રહેતા બટાકાનું ઉત્પાદન સારૂ થયું છે. અને ખેડુતોને સારા ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે આગળ પણ બટાકાના સારા ભાવ મળે તો તેમને ફાયદો થઈ શકે છે.