રાજ્યની 6 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ સહિતના તમામ પક્ષ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે મેદાને ઉતર્યા છે ત્યારે ઝી 24 કલાકની ટીમ ખેરાલુ પહોંચી છે. એક તરફ દિવાળી આવી રહી છે ત્યારે ત્યાંના બજારોની શું સ્થિતિ છે તેમજ ગ્રાહકો કેટલી ખરીદી કરી રહ્યા છે એ જાણવાની સાથેસાથે ત્યાંના વેપારીઓની કેવી સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.