બનાસકાંઠામાં ફરી એકવાર તીડનો આતંક, ખેડૂતોના હાલ બેહાલ
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદે આવેલા મીઠાવિચારણ અને દૈયપ ગામની સીમમાં તીડનું આક્રમણ થતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પહેલા અસારા, લોદ્રાણી, બુકણા તથા સુઇગામના માધપુરા જેવા ગામોમાં તીડનું આક્રમણ થયું હતું. પરંતુ આજે ફરીથી રાજસ્થાન તરફથી વાવના મીઠાવીચારણ અને દૈયપ ગામની સીમમાં તીડનું આક્રમણ થતા ખેડૂતોના શિયાળુ પાકો પર જોખમ ઉભું થયું છે. જેને પગલે વહીવટીતંત્ર સત્વરે તીડના ટોળાને નિયંત્રણમાં લે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ તીડે હુમલો કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે.