ગુજરાતમાં લોહી થીજાવી દેતી કડકડતી ઠંડી
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાત (Gujarat) માં કાતિલ ઠંડી (Cold) નું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરોના તાપમાનમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના 6 જેટલા શહેરોમાં તો 10 ડિગ્રી કરતા પણ ઓછું તાપમાન નોંધાયું છે. અત્રે જણાવવાનું કે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કચ્છના નલિયાનું તાપમાન તો 4 ડિગ્રીએ પહોંચી ગયું. જ્યારે ડીસામાં 6 ડિગ્રી, રાજકોટ અને જૂનાગઢમાં પણ પારો 9 ડિગ્રી પર પહોંચી ગયો. અમદાવાદમાં ગઈ કાલે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.