ભારત સહિત દુનિયાભરમાં માછલી ખાનારા લોકોની સંખ્યા ઓછી નથી. કેટલાક લોકો એવા છે જે અઠવાડિયામાં 7 દિવસ માછલી ખાવાનું પસંદ કરે છે. આમ જોઇએ તો સમુદ્રની આસપાસ રહેનારા લોકોનો મુખ્ય ખોરાક માછલી છે પરંતુ દરેક જગ્યાએ માછલીની ડીશ બનાવવાની રીત જુદી જુદી હોય છે.