હિન્દુ ધર્મમાં મોર પીંછનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે મોર પીંછ વિના ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના અધૂરી માનવામાં આવે છે. આ સિવાય ભગવાન શિવના પુત્ર કાર્તિકેય માતા સરસ્વતી અને ઇન્દ્રદેવના વાહન મોર છે.આ ઉપરાંત ઘરને સજાવવા માટે ઘણા લોકો મોર પીંછાઓનો ઉપયોગ કરે છે.