સાડા છ કરોડ ગુજરાતીઓના શ્વાસ બે દિવસથી અદ્ઘર હતો કે, આખરે વાયુ ગુજરાતમાં ત્રાટકશે તો કેવી હાલત થશે. પણ, હવે એ તમામ માટે રાહતના સમાચાર આવ્યા છે. વાયુ વાવાઝોડની દિશા બદલાઈ છે, જેને કારણે હવે તે ગુજરાત પર નહિ ત્રાટકે. વાયુની દિશા ઓમાન તરફ ફંટાઈ છે. જોકે, હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, તેની અસર ચોક્કસ વર્તાશે. આજે બપોરે ગુજરાતના દરિયા કાંઠે વાયુ જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં ત્યાં તેની ભારે પવન અને વરસાદ પડશે.