કાલાવડની 108 એમ્બ્યુલન્સ ટીમની સતર્કતા. સગર્ભા દર્દીને કાલાવડ સી.એચ.સી.સુધી લઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું અને માર્ગ બંધ થયો હતો. 108 એમ્બ્યુલન્સ ટીમના  સ્ટાફે જાતે જ એ વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક મહિલાને હોસ્પિટલ પહોંચતા કરી સુપેરે પોતાની ફરજ નિષ્ઠા બજાવી હતી.