વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મા ઉમિયાના મંદિરનું આજે શિલાન્યાસ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ સમારોહમાં પ્રસાદ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ માટે કુલ 75 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. જ્યારે કે, 20 હજાર લીટર દાળ પણ તૈયાર કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોની ઉપસ્થિતી જોવા મળી રહી છે.