આશ્રમમાં રહેતા બાળકોના વાલીઓએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી કરી છે. જેમાં 4 વાલીઓએ પોતાના બાળકોને પોલીસ મળવા નથી દેતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ જસ્ટિસ એસ.એચ વોરાની કોર્ટમાં આ મુદ્દા સાથે સંકળાયેલી પિટિશનમાં માતા-પિતાએ તેમના બાળકોને આશ્રમમાં રાખવા કે કેમ એ મુદ્દે સ્વૈચ્છિક હોવાની પોલીસે સ્પષ્ટતા કરી હતી. હાલ આશ્રમમાં 30 બાળકો હોવાનું સામે આવ્યું છે.