બનાસકાંઠા જિલ્લાના સરહદીય તાલુકા સુઈગામનું મસાલી ગામ સંપૂર્ણ સોલાર વિલેજ બન્યું છે. ગામના તમામ ઘર સોલર રૂફટોપથી સજ્જ છે.સુઈગામ તાલુકાનું મસાલી ગામ એ 800 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને ભારત પાકિસ્તાનની બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે.વર્ષો પહેલા આ ગામડાઓની પરિસ્થિતિ એવી હતી કે અહીં વીજ પુરવઠો પણ ન હતો પહોંચી શકતો.. અને તેને જ કારણે આ ગામ સહિત આસપાસના અનેક ગામના લોકો વીજ ઉપકરણોનો ઉપયોગ નહોતા કરી શકતા, પરંતુ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત આ ગામના 119 ઘર પર સોલાર રૂફટોપ ઊભા કરવામાં આવ્યા છે.