કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કૃષિ નિયામકની ચેમ્બરમાં ધરણાં
સોમવારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પાક વિમાને લઇને ગાંધીનગર સ્થિત કૃષિ નિયામકની ચેમ્બરમાં ધરણાં કર્યા હતા. મહત્વનું છે, કે પાક વીમાની ચુકવણી કરવાની વિસંગતતાઓ અને કેવી રીતે પાક વીમાની ચુકવણી કરવામાં આવી તેનો હિસાબ માગવા કૃષિ નિયામકની ચેમ્બરમાં બપોરથી ધરણાં પર બેઠા છે. પાક વિમાને લઇને મળી રહેલા અસંતોષને કારણે કોંગ્રેસના ધારાસભ્યો પોતાને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ધરણાં કરશે. ખેડૂતોને મળી રહેલા અશંતોષ કારક જવાબને કારણે ધરણાં કરી રહ્યા છે. કોંગ્રેસના બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરિયા અને ઋત્વિક મકવાણા સહિત ખેડૂતોના આગેવાન ધરણાં પર ઉતર્યા. ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ત્રણેય સાથે મુલાકાત કરી હતી. અને યોગ્ય જવાબ નહીં મળવા પર કૃષિ સચિવ સુધી રજૂઆત કરવાની વાત કરી હતી.